• રાયન રમકડાંનો રિવ્યૂ અને  DIY (ડુ ઈટ યોરસેલ્ફ) ક્રાફ્ટ્સના વીડિયો પોસ્ટ કરે છે
  • યુટ્યુબ ચેનલ રાયન્સ વર્લ્ડના 2.29 કરોડ ફોલોઅર્સ છે
  • રાયનની યુટ્યુબ ચેનલ માટે તેની માતાએ કેમિસ્ટ્રી ટીચરની જોબ છોડી દીધી હતી.

Gujarat Samachar :- વર્ષ 2015માં 4 વર્ષના રાયને તેની માતાને પૂછ્યું કે, દુનિયાના મોટા ભાગના બાળકો રમકડાંનો રિવ્યૂ આપવા માટે યુટ્યુબ ચેનલ ચલાવે છે, તો હું કેમ નહીં ? તે દિવસે દીકરાની વાત માતાનાં દિલને અડી ગઈ અને તેમણે રાયનની યુટ્યુબ ચેનલને ફુલ-ટાઈમ સમય આપવું માટે હાઈસ્કૂલમાં કેમિસ્ટ્રી ટીચરની નોકરી છોડી દીધી. રાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલથી રાયને વર્ષ 2019માં 1.84 અબજ રૂપિયાની કમાણી કરી છે. ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે આ વર્ષે યુટ્યુબના પ્લેટફોર્મ પર 8 વર્ષનાં રાયને સૌથી વધારે કમાણી કરી છે. તેની વર્ષ 2019ની કમાણી 26 બિલિયન યુએસ ડોલર એટલે કે 1,84,80,28,000 રૂપિયા છે.

રાયનના યુટ્યુબ વીડિયો

રાયન જે રમકડાંનો રિવ્યૂ કરે છે તે લોકલ ચેરિટીને ડોનેટ કરે છે

રાયનનું રિઅલ નામ રાયન ગુઆન છે. વર્ષ 2015માં શરુ થયેલ 8 વર્ષના રાયનની યુટ્યુબ ચેનલ રાયન્સ વર્લ્ડનાં 2.29 કરોડ ફોલોઅર્સ છે. પોતાની ચેનલપર તે ફની વીડિયો, ટોય રિવ્યૂ, મ્યુઝિક વીડિયો, સાયન્સ એક્સપરિમેન્ટ, ચેલેન્જ, DIY (ડુ ઈટ યોરસેલ્ફ) ક્રાફ્ટ્સ અને સ્કિટ્સના વીડિયો મૂકે છે. રાયન જે રમકડાંનો રિવ્યૂ કરે છે તે લોકલ ચેરિટીને દાનમાં આપી દે છે. તેનાં વીડિયોનાં વ્યૂઝ આરામથી 10 લાખનો આંકડો તો વટાવી દે છે. રાયનના પરિવારમાં તેના માતા-પિતા સિવાય એમા-કેટ એમ જોડિયાં બહેનો પણ છે. રાયન તેના વીડિયોમાં અંગ્રેજી ભાષા બોલે છે, તે એક અઠવાડિયાંમાં આશરે 7થી 8 વીડિયો પોસ્ટ કરે છે.